રાજકોટ: અમિત પટેલ અને મગફળી ખરીદનાર અધિકારી વચ્ચેની ઓડિયો ક્લિપ સામે આવી

2019-12-18 200

રાજકોટ: રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સેમ્પલ કૌભાંડ આચરાતું હોવાનું દિવ્યભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે, જે ખેડૂતની મગફળીનું સેમ્પલ રિજેક્ટ થાય તેની પાસેથી વચેટીયો અમિત પટેલ 2500 રૂપિયા સુધીની રકમ પડાવી અધિકારી સાથે મળી મગફળી ખરીદાવતો હતો આથી પોલીસે તેની ધરપકડ કરી હતી આજે કોંગ્રેસ અને કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં અમિત પટેલ અને મગફળી ખરીદનાર અધિકારી વચ્ચે કેવી રીતે ડીલ કરવામાં આવે છે તેની ઓડિયો ક્લિપ સામે આવી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અમિત પટેલ વચેટીયો છે અને તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે

Videos similaires