સુરતઃ ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે અશોક તિવારી(ઉવ21) નામનો યુવક વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી રહ્યો હતો જેને પગલે લોકોએ યુવકને ફટકાર્યો હતો લોકોના મારથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, અશોક તિવારી ગોડાદરા વિસ્તારમાં આવેલા ડીકે નગરમાં રહે છે આજે સવારે ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ નજીક 8થી 10 વર્ષની વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી રહ્યો હતો જેના પગલે લોકો રોષે ભરાયા હતા લોકો એકઠાં થઈ જતા અશોક ભાગીને નજીકમાં આવેલી પ્રિયંકા મેગાસિટી સોસાયટીમાં ઘૂસી ગયો હતો જોકે, અશોક પકડાઈ ગયો હતો અને લોકોએ ઢોરમાર માર્યો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો