વીડિયો ડેસ્કઃ સુરતના કૉંગ્રેસના કોર્પોરેટર દિનશ કાછડિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે BRTS બસમાં મુસાફરો પાસેથી રૂપિયા લઈ ટિકિટ અપાતી ન હોવાની ફરિયાદ મળતાં તેમણે BRTS બસ રોકી હતી બસમાં તેમણે દરેક મુસાફરને પૂછ્યું હતું કે, તેમને ટિકિટ મળી છે કે નહી? આ દરમિયાન મોટા ભાગના મુસાફરોએ કહ્યું હતું કે તેમને ટિકિટ મળી નથી હકીકતમાં ટિકિટ આપનાર મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ આપતો ન હતો, અથવા તો મુસાફરો ઊતરે ત્યારે તેમની પાસેથી રૂપિયા લઈ લેતો હતો આ અંગે ખાતરી થતાં તેમણે ટિકિટનુ મશીન લઈ લીધું હતું અને ટિકિટ આપનારને ખખડાવ્યો હતો જેના જવાબમાં ટિકિટ આપનારે કહ્યું હતું કે, તેનો પગાર ઓછો હોવાથી આ રીતે કટકી કરે છે આ સમગ્ર મામલે દિનેશ કાછડિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ટિકિટનું કામ સંભાળતી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાની માગ કરી છે