દુનિયાભરમાં ચીનને સ્પોર્ટ્સમાં અગ્રેસર ગણવામાં આવે છે ચીનમાં બાળપણથી જ સંતાનોને રમતગમતમાં રસ લેતા કરીને તેમને પ્રોફેશનલની રીતે જ ટ્રેઈન કરવામાં આવે છેજો કે, માત્ર 6 વર્ષની લી યિયી નામની બાળકી જે રીતે ટેબલ ટેનિસ રમતી જોવા મળી હતી તેનો વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી વીડિયોમાં જોવા મળે છે કે આંખોમાં આંસૂ સાથે આ બાળકી હાર્ડ ટ્રેનિંગ સેશનમાં પ્રેક્ટિસ કરી રહી છે તેની નજર અને સ્ટ્રોક એટલા જબરદસ્ત છે કે તે જ્વલ્લે જ કોઈ શોટ ચૂકતી હતી તેની ક્ષમતા સામે તો કોઈ યૂઝર્સે સવાલો નહોતા કર્યા પણ આવી કાબેલિયત મેળવવા માટે ટ્રેનિંગના નામે તેના પર જે રીતે દબાણ સર્જવામાં આવે છે તેની સામે વિરોધ કર્યો હતો જો કે, તેના માતાપિતાએ ચાઈનીઝ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ તેની આ સ્કિલમાંથી કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ લેવાની ઈચ્છા નથી રાખતાં તેમનું એક માત્ર સ્વપ્ન લી યિયીને ટેબલ ટેનિસની રમતમાં જ આગળ વધારવી તે પણ નથી તેમના કહેવા મુજબ જ્યારે તેમની પુત્રી સમજણી થશે ત્યારે તેને મનગમતું ક્ષેત્ર પસંદ કરવાની પણ છૂટ આપીશું અત્યારે લી સપ્તાહમાં જ આવાં પાંચથી છ હાર્ડ ટ્રેનિંગ સેશન અટેન્ડ કરે છે