રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડનો પર્દાફાશ

2019-12-17 2,463

મહેન્દ્રસિંહ જાડેજા,પ્રકાશ રાવરાણી, રાજકોટઃ ગતવર્ષે દિવ્ય ભાસ્કરે મગફળી કૌભાંડ બહાર પાડ્યા બાદ આ વખતે ફરી આ લેભાગુઓએ ગોઠવેલી લૂંટની નવી સિસ્ટમને જડમૂળથી ઉખેડી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પડધરી પંથકના ખેડૂતો પાસેથી લેભાગુઓ કેવી રીતે લૂંટ ચલાવતા હતા તે બાબતનો દિવ્ય ભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કરતાં કલેક્ટર તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ખેડૂત પાસેથી રૂ2500 પડાવનાર રંગપરના દલાલ અને મગફળીનું સેમ્પલ ફેલ કરનારની શોધખોળ શરૂ કરી હતી દિવ્ય ભાસ્કરની ટીમે સવારે 10 વાગ્યાથી લઇને રાત્રે 830 વાગ્યા સુધી જૂના માર્કેટિંગ યાર્ડમાં થયેલી એક એક ગતિવિધિનું ઓડિયો–વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું ખેડૂતોની વર્ષભરની મહેનત લાલચુઓ લૂંટી ન જાય તેવા હેતુ સાથે દિવ્ય ભાસ્કરે આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું