સલમાન ખાન બૉલિવૂડમાં ઘણાં નવા ચહેરાઓને લોન્ચ કરી ચૂક્યો છે અને ઘણાંની કિસ્મત પણ ચમકાવી ચૂક્યો છે, અને હવે દબંગ 3થી સલમાન તેના ક્લોઝ ફ્રેન્ડ મહેશ માંજરેકરની દિકરી સાંઈ માંજરેકરને બૉલિવૂડમાં એન્ટ્રી કરાવવા જઈ રહ્યો છે સાંઈ દબંગ 3માં સલમાન ખાન સાથે રોમાંસ કરતી જોવા મળશે, ત્યારે સલમાને શેર કરેલા એક વીડિયોમાં સાંઈ અને સલમાનની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે જેના પર બંનેની ફેન ફોલોઈંગ વધી રહી છે યૂઝર્સ સાંઈને સલમાન સાથે લગ્ન કરવા કહી રહ્યા છે ત્યારે સાંઈ જેટલી ફિલ્મમાં સિમ્પલ અને ઈનોસન્ટ જોવા મળી રહી છે એટલી જ રિયલ લાઇફમાં પણ સોબર પર્સનાલિટી છે તેના સોશિયલ એકાઉન્ટ પર ફોટોઝને જોતા તો એવુ જ લાગે કે દબંગ 3 માટે સાંઈ સલમાનની પર્ફેક્ટ ચોઈસ છે હવે તે ફિલ્મમાં કેટલી સફળ થાય છે તે જોવુ રહ્યુ