નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act) વિરુદ્ધ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વિપક્ષી પાર્ટીઓ પણ આ કાયદાનો વિરોધ કરી રહી છે આ કાયદાના વિરોધમાં દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં જે હિંસા થઈ અને પોલીસ કાર્યવાહી થઈ તેના વિરોધમાં દેશની ઘણી મોટી યુનિવર્સિટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે દેશમાં કુલ 22 મોટી યુનિવર્સિટી છે જ્યાં આ પ્રમાણેના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જામિયા હિંસા વિશે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની શક્યતા છે આ ઉપરાંત આજે પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે જે લોકો જામિયા હિંસામાં સંકળાયેલા હતા