અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં રિયલ એસ્ટેટ કંપનીના કર્મચારીઓને અત્યાર સુધીની સૌથી મોટી નાતાલ ગિફ્ટ મળી છે સેન્ટ જૉન પ્રોપર્ટીઝના માલિક એડવર્ડ જ્હોને7 ડિસેમ્બરે કંપનીની એન્યુઅલ હોલીડે પાર્ટી દરમિયાન આ જાહેરાત કરી હતી તેમણે કંપનીના આખા સ્ટાફને એટલે કે 198 કર્મચારીને 10 મિલિયર ડોલર એટલે કે 70 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે પાર્ટીમાં કર્મચારીને રેડ કલરનાં કવરમાં બોનસ આપવામાં આવ્યું હતું ઘણા કર્મચારીને આ જોઈને વિશ્વાસ નહોતો થયો તો અમુક લોકો તો ખુશીના માર્યા રડી પડ્યા હતા બોનસ પેટે દરેક કર્મચારીને સરેરાશ 36 લાખ રૂપિયા મળ્યા હતાકર્મચારીઓને બોનસમાં ચૂકવવામાં આવેલી સૌથી ઓછી રકમ સાત હજાર રૂપિયા તો સૌથી વધુ રકમ 1 કરોડ 91 લાખ રૂપિયા હતી કંપનીના ચેરમેન અને ફાઉન્ડર કહેવા મુજબ તેમની કંપનીનો ગોલ પૂર્ણ થવાથી તેમણે કરોડો રૂપિયા બોનસ તરીકે આપ્યા છે બોનસ મળવાથી દરેક કર્મચારીની આંખોમાં પણ જોઈ શકાતું હતું કે હવે આ રકમથી તેમની લાઈફ બદલાઈ જશે કર્મચારીના કામ અને નોકરીમાં થઈ ગયેલા સમયના આધારે આ બોનસનો આંકડો નક્કી કરવામાં આવ્યો હતોઆ ઉપરાંત કંપનીએ અન્ય રાજ્યોની આઠ શાખાઓના કર્મચારીઓ માટે હવાઇ સફર સહિતનો ખર્ચ પણ ઉપાડ્યો હતો સેન્ટ જૉન પ્રોપર્ટીઝના ઈતિહાસમાં આવું પહેલીવાર જ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું લગભગ દરેક કર્મચારીએ પણ તેની ખુશી જાહેર કરતાં જણાવ્યું હતું કે તેઓ આ રકમનો ઉપયોગ તેમના સંતાનોના શિક્ષણ પાછળ કરશે તો અમૂક રકમને તેઓ ક્યાંક સલામત રીતે રોકાણ કરવા પાછળ વાપરશે જેથી તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને