દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને દોષિત ઠેરવ્યો, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સુનાવણી થઈ હતી

2019-12-16 1

ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હી કોર્ટે ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી ઠેરવ્યો છે જ્યારે છોકરીને સેંગરની પાસે લઈ જનાર મહિલા શશિ સિંહને નિર્દોષ ઠેરવી છે તેની સજા અંગે ચર્ચા 18 ડિસેમ્બરે થશે તે દિવસે સજા સંભળાવવામાં આવી શકે છે સેંગર અને તેના સાથીઓએ 2017માં છોકરીનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ કર્યું હતું ઘટનાના લગભગ અઢી વર્ષ બાદ કોર્ટમાં ગત મંગળવારે સુનાવણી પૂર્ણ થઈ હતી

આ વર્ષે જુલાઈમાં કોર્ટમાં જતી વખતે પીડિતાની કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો તેમાં તેની કાકી અને માસી મૃત્યુ પામ્યા હતા પીડિતા અને તેના વકીલ ત્યારથી દિલ્હી એમ્સ હોસ્પિટલમાં દાખલ છે ધારાસભ્યના ભાઈની ફરિયાદ પર છોકરીના કાકા હાલ જેલમાં છે

તીસ હજારી કોર્ટે તિહાડ જેલમાં બંધ કુલદીપ સેંગરને આપરાધિક ષડયંત્ર, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત દોષી ઠેરવ્યા છે જ્યારે છોકરીને સેંગરની પાસે લઈ જનાર સહ આરોપી શશિ સિંહને નિર્દોષ જાહેર કરી છે

Videos similaires