મહેસાણાઃ ઊંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો સવારે 6 વાગે મોઢેરા રોડ સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરે દિવ્ય જ્યોતિરથમાં મા ઉમાની આરતી ઉતારી પાટીદારોની પદયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ માઇભક્તો તાલુકાના ગામે ગામથી મહેસાણા આવી પદયાત્રામાં જોડાયા હતા પદયાત્રામાં 31 રથ, 10 ટેમ્પો, ટ્રેક્ટર, ઉંટલારીમાં ભજનમંડળીઓ, બગીરથ, ડીજે સાઉન્ડના તાલે પદયાત્રીઓ આગળ વધ્યા હતા મોઢેરા સર્કલથી છેક ફતેપુરા રોડ સુધી ચાર કિમી લાંબી પદયાત્રા ફતેપુરા સર્કલે પહોંચતાં ચોમેર જનમેદની, વાહનોથી ટ્રાફિકજામ થયો હતો અહીંથી ફતેપુરા, રામોસણા, મોટીદાઉ, નાનીદાઉ, ભાન્ડુ, લક્ષ્મીપુરા સહિતના ગામોના પાટીદારો પદયાત્રામાં જોડાયા હતા રૂટ પર ઠેર ઠેર ચા-પાણી-નાસ્તા તેમજ ભોજનના કેમ્પ ગોઠવાયા હતા દાઉ નજીક ઠાકોર સમાજે સેવાકેમ્પ કર્યો હતો બપોરે 1 વાગે ઉનાવા પહોંચી એપીએમસીમાં મા ઉમાનો ભોજન પ્રસાદ લઇ પદયાત્રીઓ સાંજના 4 વાગે ઊંઝા ધામે પહોંચ્યા હતા જ્યાં ઉમિયા સંસ્થાનના હોદ્દેદારો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરી ધજાનાં વધામણાં કરાયાં હતાં