પંચમહાલના ડેરોલમાં રેલવે ઓવરબ્રિજની અટકેલી કામગીરી મુદ્દે 20 ગામના લોકોનું રસ્તા રોકો આંદોલન

2019-12-16 544

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક આવેલા ડેરોલ ખાતે રેલવે ઓવરબ્રિજની અટકેલી કામગીરી શરૂ કરવાની માંગ સાથે આજે 20 ગામના લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું લોકોએ રસ્તા પર બેસી જઇને રામધૂમ બોલાવી હતી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે દોઢ વર્ષથી રેલવે ઓવરબ્રિજ કામગીરી બંધ હાલતમાં છે જેથી ફાટક નં-32 કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે અને જેથી લોકોને 3 કિમી દૂર આવેલા પીંગળી ફાટકનો ઉપયોગ કરવો પડે છે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ ન થવાને પગલે 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને લોકોના સમય અને ઇંધણનો પણ બગાડ થાય છે જેથી આસપાસના ગામોના લોકોમાં આ મુદ્દે ઘણા સમયથી રોષ જોવા મળી રહ્યો હતી લોકો ઓવરબ્રિજની અટકેલી કામગીરી શરૂ કરવા માટે હવે લોકો પોતાની માંગણી ઉગ્ર બનાવી છે અને રસ્તા રોકો આંદોલન કરીને તંત્રની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે રેલવે અને સ્થાનિક પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

Videos similaires