રાજકોટઃ ગોંડલની એમબી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ડમીકાંડ મુદ્દે પ્રિન્સિપાલ ઝાલાને આજે ફરી યુનિવર્સિટીમાં હાજર થવા કુલપતિએ જણાવ્યું છે અગાઉ કોલેજના આચાર્યએ જે પુરાવા મોકલ્યા હતા તેમાં ડમી વિદ્યાર્થી અને ગોંડલના ભાજપ આગેવાન અલ્પેશ ઢોલરિયા મામલે કોઈ સાબિતી હજુ સુધી મળી નથી, વળી કોલેજના બ્લોક નં-2માં જે સીસીટીવી કેમેરા ચાલુ છે તેમાં માત્ર આગળની પાંચ જ બેંચ દેખાય છે પાછળની દેખાતી નથી જેને કારણે આખું ડમી પ્રકરણ ગૂંચવાયું છે હવે યુનિવર્સિટીના કુલપતિ ડૉનીતિન પેથાણીએ કોલેજના બધા ક્લાસરૂમ, લોબી, કેમ્પસ સહિત આખી કોલેજના ફૂટેજ મગાવ્યા છે,પરંતુ પરીક્ષા દરમિયાન અને હજુ પણ આ કોલેજના અનેક કેમેરા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છેઆ અંગે ગોંડલ તાલુકા કોંગ્રેસ આગેવાન દિનેશ પાતર અને કોલેજના પ્રિન્સિપાલ સહદેવસિંહ ઝાલાનો ઓડિયો ક્લિપ વાઇરલ થયો છે અલ્પેશ ઢઓલરીયાના ડમીકાંડમાં વધુ એક ખુલાસો થયો છે