આંકલાવઃ રાજસ્થાન પ્રવાસે ગયેલા વિદ્યાર્થીને શિક્ષકોએ દારૂનાં નશામાં ઢોર માર માર્યો

2019-12-16 1,437

આણંદ: આંકલાવની હાઈસ્કુલમાં સપ્તાહ પૂર્વે શાળાનાં વિદ્યાર્થીઓને રાજસ્થાનનાં શૈક્ષણિક પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ત્રણ શિક્ષકો દ્વારા દારુનાં નશામાં એક વિદ્યાર્થીને ઢોર માર મારવાનાં આરોપ સાથે આજે પ્રવાસમાંથી પરત આવેલા વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કુલમાં હોબાળો કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા તેમજ માર મારનાર શિક્ષકની કારનાં કાચની તોડફોડ કરાતા શાળાનાં આચાર્ય દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ધટના સ્થળે દોડી જઈ વિદ્યાર્થીઓને શિક્ષકોને પોલીસ મથકે લઈ જતા વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ટોળુ પોલીસ મથકે પહોંચ્યું હતું જયાં પોલીસ ફરીયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે,જયારે કેટલાક લોકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની ધટનામાં સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે

Videos similaires