દિલ્હીની જામિયા યુનિ.માં સવારે ફરી વિરોધ-પ્રદર્શન, મુંબઈના વિદ્યાર્થીઓએ પણ ક્લાસનો બહિષ્કાર કર્યો

2019-12-16 13

દિલ્હીના જામિયા કેમ્પસમાં થયેલા હોબાળા પછી વિદ્યાર્થીઓનું મિડનાઈટ પ્રોટેસ્ટ ખતમ થઈ ગયું હતું મોડી રાત્રે 50 વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા પછી પોલીસ હેડક્વાર્ટર પર પ્રદર્શન ખતમ થઈ ગયું હતું અને બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે જવા લાગ્યા હતા પોલીસે મોડી રાતે દિલ્હીના કાલકાજી પોલીસ સ્ટેશનથી 35 વિદ્યાર્થીઓને છોડ્યા હતા, તે ઉપરાંત ફ્રેન્ડ્સ કોલોનીથી પણ 15 લોકોને છોડવામાં આવ્યા હતાજોકે આજે સવારે ફરી જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે આજે સવારે અહીં વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો

Videos similaires