ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ પ્રસંગે મહેસાણાથી ઊંઝાની 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રા

2019-12-15 2

મહેસાણા :ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો સવારે 6 વાગે મોઢેરા રોડ સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરે દિવ્ય જ્યોતિરથમાં મા ઉમાની આરતી ઉતારી મા ઉમિયાના જયઘોષ સાથે પાટીદારોની પદયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ, ધજા પતાકા લહેરાવતા માઇભક્તો તાલુકાના ગામે ગામથી મહેસાણા આવી પહોંચી પદયાત્રામાં જોડાયા હતા, જેને લઇ ભક્તિમય માહોલ ખડો થયો હતો