બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી, ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર 

2019-12-15 3,470

નેપાળના સિંધુપાલચૌક જિલ્લામાં રવિવારે સવારે એક બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધારે ઘાયલ થયા છે આ બસ કાલિનચૌક મંદિરથી ભક્તપુર પાછી ફરી રહી હતી જેમાં 40 શ્રદ્ધાળુઓ સવાર હતા પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે જો કે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

જિલ્લા પોલીસ પ્રવક્તા ગણેશ ખાનલે કહ્યું,‘12 યાત્રિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા બે લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો ઘાયલોની સારવાર ચાલી રહી છે દુર્ઘટના બાદ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે તેનો સહાયક ગંભીર રીચે ઘવાયો છે’

Videos similaires