એમ.એસ. યુનિવર્સિટીની ત્રણ દિવસથી ગુમ વિદ્યાર્થિનીની હત્યા, લાશ પ્લાસ્ટીકના મીણીયામાં લપેટી તળાવમાં ફેંકી દીધી હતી

2019-12-15 9,909

વડોદરાઃ પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમએસયુનિની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની ખુશ્બુ જાનીની છેલ્લા ત્રણ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી જોકે, શનિવારે મોડી રાત્રે ચાણસદ નજીકના તળાવમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો વિદ્યાર્થિનીની ઠંડા કલેજે હત્યા કરી પ્લાસ્ટીકના મીણીયામાં લપેટી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી વિદ્યાર્થિની સાથે કોઇ જબજસ્તી થઇ છે કેમ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે

Videos similaires