મોસ્કો:રશિયાના 34 વર્ષીય ઈવાન સૈકીને 218 ટનની ટ્રેન ખેંચીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે રશિયામાં હ્યુમન માઉન્ટેન નામથી ઓળખાતા ઈવાને જણાવ્યું કે, તે આ રેકોર્ડ બનાવવા માટે છેલ્લાં 1 વર્ષથી મહેનત કરી રહ્યો હતો તેનો આગળનો લક્ષ્ય 12 હજાર ટન વજન ધરાવતી શિપ ખેંચવાનો છે રશિયાની મીડિયા પ્રમાણે દુનિયામાં આની પહેલાં પણ વ્યક્તિઓએ રેલવે એન્જીન, જહાજ અને વિમાનોને ખેંચ્યું છે પણ આટલી વજનદાર વસ્તુને મસલ્સ પાવરથી ખેંચવાનો આ પ્રથમ કેસ છે