લોડસ હોટેલની અગાશી પર આગ જોઇ જતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દોડી આવ્યાં

2019-12-15 2,029

અમરેલી: સોમનાથની લોડસ હોટેલની આગાશી પર આગ લાગી હતી પરંતુ હોટેલ સંચાલકને આ અંગે જાણ નહોતી આથી હોટેલની બાજમાંથી પસાર થઇ રહેલા રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ આગ જોઇ જતા તેઓ હોટેલમાં દોડી ગયા હતા અને રૂમમાં રહેલા લોકોને સાવચેત કરી બહાર કાઢ્યા હતા હીરા સોલંકીએ ઇમરજન્સીમાં હોટલની સીડી પર પહોંચી આગ બૂજાવી હતી તેઓ સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા અને રાજુલા તરફ પરત ફરી રહ્યા હતા જો કે, સમયસૂચકતાને કારણે તાત્કાલિક આગ બૂઝાવી દેતા મોટી જાનહાનિ થતા ટળી હતી