છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશનનું રેલવે રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, 13 ટ્રેનોને સ્ટોપેજ અપાયું

2019-12-14 857

વડોદરા: વડોદરાના છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશનનું રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, હવે વડોદરાના વિશ્વામિત્રી અને પ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવવામાં આવશેરેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીએ વધુમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં દુષ્કર્મ કાંડ દરમિયાન રેલવે ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી જે બાબતે તેમણે કહ્યું કે, દેશની સંપત્તીને નુકસાન પહોંચાડનાર તત્વોને જેલ ભેગા કરવા જોઇએ