મધ્ય પ્રદેશના સતનાના ભાજપ સાંસદ ગણેશસિંહે લોકસભામાં સંસ્કૃત કેન્દ્રિય વિશ્વવિદ્યાલય વિધેયક-2019ની ચર્ચામાં સંસ્કૃત ભાષા મુદ્દે આ નિવેદન આપ્યું હતું તેમણે એ પણકહ્યું હતું કે, કોમ્યૂટરનું પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં કરવામાં આવે તો તેનાથી શ્રેષ્ઠ પરિણામ મળી શકે તેમ છે તેમણે આ નિવેદન પણ અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાના રિસર્ચમાં
સામે આવેલી વાતોના આધારે આપ્યું હતું
આ બધાની વચ્ચે તેમણે દાવો કરતાં એ પણ કહ્યું હતું કે અમેરિકાની એક શૈક્ષણિક સંસ્થાની શોધમાં એવું પણ સામે આવ્યું છે કે જો આપણે સંસ્કૃતમાં વાત કરીએ તો તેનાથીશરીરને અનેક લાભ થાય છે તેમના કહેવાનું તાત્પર્ય એ જ હતું કે દેવોની ભાષા દવા તરીકે પણ કામ કરે છે જો આપણે સંસ્કૃત બોલીએ તો ચોક્કસ ડાયબિટીસ, કોલેસ્ટ્રૉલ અનેબ્લડ પ્રેસરમાં પણ રાહત મળે આજ કારણસર અમારી સરકાર ઈચ્છા રાખે છે કે આવનારી ‘પેઢી જ્ઞાનના ખજાના’ જેવી સંસ્કૃત ભાષાનું અધ્યયન કરે