રામલીલા મેદાનમાં શનિવારે કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ ભારત બચાવો રેલી કરી હતી તેમાં કોંગ્રેસના હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ડૉ મનમોહન સિંહ સહિત ઘણાં સીનિયર નેતાઓ સામેલ થયા હતા રેલીમાં દેશની નબળતી થતી અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારી જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા પ્રિયંકા ગાંધીએ અહીં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભાજપ છે તો દેશમાં બેરોજગારી, મોંઘી ડુંગળી અને 4 કરોડ નોકરીઓનું નષ્ટ થવું શક્ય છે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એવું પણ કહ્યું કે, ન્યાયની લડાઈ લડવા સિવાય બીજી કોઈ મોટી દેશ ભક્તિ નથી આજે જે સ્થિતિમાંથી આપણો દેશ પસાર થઈ રહ્યો છે ત્યાં દરેક તરફ અન્યાય જ છે ગરીબોને વધારે મુશ્કેલીમાં મુકવામાં આવી રહ્યા છે અને ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવી રહ્યા છે એવા કાયદા બનાવવામાં આવી રહ્યા છે કે જેના કારણે લાખો લોકોને બંધકોની જેમ રહેવું પડે છે આજની લડાઈમાં જે નહીં સામેલ થાય તે કાયર કહેવાશે ભારતની રખેવાડી કરવી, સ્વતંત્રતા, સ્વાભિમાન અને સ્વાધીનતાનો હક રાખવો આપણા દરેકની જવાબદારી છે તમારા બધાની જવાબદારી છે કોંગ્રેસના મારા કાર્યકર્તા ભાઈ-બહેનોની છે