ધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ વિમાનથી કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના મંત્રીમંડળના સહયોગીઓ તથા કેન્દ્રીય પ્રધાનોએ તેમનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગંગા પરિષદની પહેલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ઉપરાંત અનેક અધિકારી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ભાગ લઈ રહ્યા છે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ બન્ને મુખ્યમંત્રીએ બેઠકમાં ભાગ લેવા સૂચના મોકલી આપી નથી