સુરતઃવીટી ચોક્સી લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને અપાયેલા નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો રાહુલ ગાંધીએ દેશને રેપ કેપિટલ કહેતા મહિલાઓના માન સન્માનને પડતું મુકી ગંદી રાજનીતિ થઈ રહી હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ રોષ પ્રદર્શિત કર્યો હતો વિદ્યાર્થીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અભ્યાસ કરતાં રાહુલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે કાયદાના વિદ્યાર્થીઓે છીએ બંધારણે આપેલા વાણી સ્વાતંત્ર્યનો રાહુલ ગાંધીએ દુરૂપયોગ કર્યો છે મહિલાઓની ઈજ્જત અને માન સન્માનની વાત હોય ત્યારે ગંદુ રાજકરણ ન કરવું જોઈએએક મહિલાના બળાત્કારને તેની પીડાને રાજકીય રંગ આપીને રાહુલ ગાંધીએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું કહેતા વિદ્યાર્થીઓએ ઉમેર્યુ હતું કે, મહિલાઓની સુરક્ષા માટે રેપના મુદ્દે રાજકીય એકતા હોવી જોઈએદેશ તકલીફમાં હોઈ ત્યારે તે વિદેશમાં આરામ કરે અને આરામ ફરમાવીને આવેલા રાહુલ ગાંધીના નિવેદનનો અમે કાળી પટ્ટી દ્વારા વિરોધ કરીએ છીએ