દહેગામઃજળ ઉપાસના અતુલ્ય વારસો ટીમ તરફથી હાલિસા ગ્રામ પંચાયત, NSS અને ગૂજરાત વિધાપીઠની ટીમે સાથે મળીને પૌરાણિક ભમ્મરીયાં કૂવાની સફાઈ કરી છે મહત્વનું છે, ભમ્મરીયો કૂવો હેરિટેજ પ્લેસ છે અને તેની જાળવણી કરવી એ આપણી ફરજ બને છે જેને લઇને 200 વર્ષ જૂનાં ભમ્મરીયા કૂવામાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વિદ્યાર્ષથીઓ સહિત ભાગ લેનાર લોકોએ કૂવાની સાફસફાઈ કરી કૂવામાં આરતી અને પૂજાનું આયોજન કર્યું હતું આ ઉપરાંત જળની અગત્યતા સમજી લોકો આગામી સમયમાં જળકટોકટીમાંથી બચવા જળ સ્ત્રોતો મદદરૂપ નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી