આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં નાગરિકતા કાયદાના વિરોધમાં 5 દિવસથી ઉગ્ર દેખાવો ચાલુ છે વિરોધ બંગાળમાં પણ શરૂ થયો છે અહીં હજારો મુસ્લિમોએ કાયદાના વિરોધમાં શુક્રવારે રેલી કાઢી હતી આસામ સહિત પૂર્વોતરના રાજ્યોમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધની અસર મોટા આયોજન પર પણ પડી રહી છે જાપાનના પીએમ શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15-16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં થનાર મુલાકાત ટાળવામાં આવી છે ગૃહ મંત્રી અમિત શાહનો શિલોન્ગનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે તે રવિવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા અહીં આવવાના હતા ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી હતી, બાદમાં તે કાયદો બન્યો