કુલ્લુ-મનાલીમાં 45 સેમી બરફવર્ષા, કાશ્મીરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

2019-12-13 1,152

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં શુક્રવારે સીઝનનો પહેલો સ્નો ફોલ થયો છે જિલ્લાના પલચન ગામમાં શુક્રવારે 45 સેમી સુધીની હિમવર્ષા થઈ હતી રાજ્યના ફુકરી અને નારકોંડાનો નેશનલ હાઈવે 5 બંધ થઈ ગયો છે ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં પણ આજે બરફવર્ષા થઈ છે તેના વિશે હવાનમાં વિભાગે ચેતવણી જાહેર કરી છે દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે ગુરુવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી 26 ફ્લાઈટ રદ કરવામાં આવી છે જ્યારે કાશ્મીર-લદ્દાખ હાઈવે પણ બરફવર્ષાના કારણે બંધ થઈ ગયો છે બરફવર્ષાના કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત ઘણાં રાજ્યોમાં ઠંડી વધી ગઈ છે