સુરતઃ સરસાણા સ્થિત ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટર ખાતે13થી 16મી ડિસેમ્બર, 4 દિવસ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન સ્પાર્કલ-19નો પ્રારંભ થયો છે આ વખતે 2999 રૂપિયાથી લઇ કરોડોની ઓરિજનલ ડાયમંડ અને ગોલ્ડ સહિત હોલમાર્કિગ સર્ટીફિકેટવાળી જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી છે સ્પાર્કલમાં અગાઉ થયેલી ચોરીની ઘટનાઓને ધ્યાને રાખી એન્ટી થેફ્ટ ડિઝાઈનવાળા 125 સ્ટોલ બનાવવામાં આવ્યા છે