નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે કે, મને સુપ્રીમ કોર્ટમાંથી માહિતી મળી છે કે, અક્ષયની પુન:વિચાર અરજી સ્વીકારી લેવામાં આવી છે અને આ વિશે 17 ડિસેમ્બરે સુનાવણી થવાની છે તેથી આજની સુનાવણીને પાછી ઠેલવામાં આવે છે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું પટિયાલા હાઉસ કોર્ટમાં હવે આ કેસની 18 ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવશે
આ અરજી નિર્ભયાના માતા-પિતાએ દાખલ કરી હતી નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું- અમે જ્યારે સાત વર્ષ લડાઈ લડી શકીએ છીએ તો એક સપ્તાહ વધારે રાહ જોઈ લેશું 18 ડિસેમ્બરે દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર થઈ શકે છે