અમદાવાદ: જમાલપુર એપીએમસીમાં આદુંની ચોરી કરતા પકડાયેલા ચોરે એપીએમસીના ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો ચોર પકડાઇ જતા ફોન કરી તેણે સાગરિતોને બોલાવ્યા હતા અને ઇન્સ્પેક્ટર પર હથિયારોથી હુમલો કર્યો હતો ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ ચૌહાણે ભૂરિયો નામના યુવકને આદુની 50 કિલોની બોરી ચોરતા ઝડપી પાડ્યો હતો યુવકે મહાવીરસિંહ પર હુમલો કરતા તેમને સારવાર હેઠળ દાખલ કરાયા છે આ મામલે હવેલી નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે