વડોદરાઃ કલ્યાણનગર ઝૂંપડપટ્ટીના રહીશોને 5 વર્ષ બાદ પણ આવાસો ન મળતા 15 જેટલી મહિલાઓ આજે સૂરસાગર તળાવમાં કૂદીને સામૂહિક આત્મવિલોપન કરવા માટે પહોંચી ગઇ હતી અને આત્મવિલોપન માટે મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જોકે પોલીસે 15 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી વડોદરા શહેરના કમાટીબાગની પાછળ આવેલી કલ્યાણનગર ઝૂંપડપટ્ટી પાલિકાએ 2014માં તોડી પાડી હતી જોકે 5 વર્ષ બાદ પણ લાભાર્થીઓને આવાસો ફાળવવામાં આવ્યા નથી જેથી આવાસો ન મળવાથી કંટાળેલા રહીશોએ આજે સૂરસાગર તળાવમાં સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જેને પગલે વડોદરાના મધ્યમાં આવેલા આજે સુરસાગર તળાવ ખાતે પોલીસ અને ફાયર બ્રિગેડ નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સુરસાગર તળાવમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું 15 જેટલી મહિલાઓ આત્મવિલોપન માટે પહોંચતા પોલીસે તેમને રોકીને અટકાયત કરી હતી