નાગરિકતા સંશોધન બિલ રાષ્ટ્રપતિએ મંજૂર કર્યુ,પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધ

2019-12-13 64

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવાર મોડી રાત્રે નાગરિકતા સંશોધન બિલ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે આ સાથે હવે આ વિધેયક કાયદો બની ગયું છે આ બિલ કાયદો બનતા હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકને ભારે હંગામા બાદ પસાર કરવામાં આવ્યું હતું