રાજકોટ: આજના સમયે દરેક સુખી સંપન્ન પરિવારના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે લખલૂંટ ખર્ચ કરતા હોય છે ત્યારે રાજકોટમાં આજે યોજાયેલા લગ્ન સમાજ માટે પ્રેરણાદાયક બન્યા છે જેએમજે ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ જાડેજા પોતાના લગ્ન પણ સાદાઈથી આ જ સમૂહલગ્નમાં કર્યા અને 86 ગરીબ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા એક જ મંડપ નીચે 86 ગરીબ દીકરીઓના લગ્ન અને નિકાહ પઢાવવામાં આવ્યા હતા