રાજકોટ: જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુર-1માં રહેતાં રિક્ષાચાલક ભૂપતભાઇ સોમાભાઇ જાખલીયા (ઉ36)ના ઘર પર સોમવારે રિક્ષા સાઇડમાં પાર્ક કરવા મુદ્દે મનહરપુરના જ જયદિપ વીભાભાઇ હુંબલ સહિત 11 શખ્સોએ તલવાર, ધોકા, છરીઓ, પાઇપ સહિતના હથીયારો સાથે ધસી જઇ આતંક મચાવ્યો હતો જેમાં ભૂપતભાઇના બંને હાથ અને બંને પગ ભાંગી નાંખતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો ત્યાં આજે વહેલી સવારે ચારેક વાગ્યે તેણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટ્યો છે યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ, હત્યાની કોશિશનો ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી હતી બે આરોપી સારવારમાં હોય તેના પર પોલીસ પહેરો રાખ્યો છે હત્યા મામલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ ચોક ખાતે એકત્ર થયા છે અને અલગ અલગ માગણીઓ સાથે સમાજના આગેવાનો પણ એકઠા થયા છે