ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં ભક્તોને ભોજનની વ્યવસ્થા પહેલા ચુલ્હા-ચારીની પૂજા વિધિ, શોભા યાત્રા નીકળી

2019-12-12 1,671

ઊંઝા: કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે 18થી 22 ડિસેમ્બરના રોજ લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે ત્યારે આ મહાયજ્ઞમાં આવનાર ભક્તોને ભોજન પ્રસાદ કરાવવા આવશે તેના માટે આજે મહાયજ્ઞ કમિટીના ચેરમેન અને વાઈસ ચેરમેનના ઘરેથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી શોભા યાત્રા બાદ ચુલ્હા-ચારીની પૂજા વિધિથી સંસ્થાના હોદ્દેદારો, રસોડા કિમટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્વંય સેવકો ઉપસ્થિત રહ્યા હતા