સુરતઃલિંબાયત વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢોર માર માર્યો હતો લિંબાયતના મારૂતિ નગર વિસ્તારમાં યુવકે યુવતીની છેડતી કરી હતી બાદમાં લોકોને જાણ થતાં છેડતી કરનાર યુવાનને લોકોએ પકડી લીધો હતો બાદમાં પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી પોલીસ તેને પકડે એ દરમિયાન જ લોકોએ ટપલીદાવ કરતાં છેડતીબાજને જાહેરમાં તમાચા ઝીંકી દીધા હતાં જાહેરમાં મહિલાઓ અને પુરૂષોએ યુવાનની ધોલાઈ કરી હતી હાલ યુવકને લિંબાયત પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે