નાગરિકતા સંશોધન બિલ, 2019 સંસદમાં પાસ થઈ ગયું છે જેના વિરોધમાં આસામ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે વિપક્ષે ગુરુવારે આ મુદ્દા અંગે લોકસભામાં હોબાળો કર્યો હતો કોંગ્રેસ અને અન્ય પક્ષોના સાંસદોએ ગૃહમાં ‘પૂરા નોર્થ-ઈસ્ટ જલ રહા હૈ’ના નારા લગાવ્યા હતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, પૂર્વોત્તરમાં કાશ્મીર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં સેનાને તહેનાત કરી દેવાઈ છે ભારત સરકારના દાવા પર બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પણ અસહમતી વ્યક્ત કરી છે
બીજી તરફ સરકાર આજે ત્રણ મહત્વના બિલ લોકસભામાં રજુ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્કકરપ્સી કોડ (દ્વિતીય સંશોધન) બિલ રજુ કરશે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી બિલ અને વિદેશ મંત્રી એસ જયશંકર એન્ટી મેરીટાઈમ પાયરેસી બિલ ગૃહમાં રજુ કરશે