સુરતઃ મોડીરાત્રે કિમ-પીપોદરા નજીક રોડ પર ઉભેલા ટેન્કરમાં ટ્રક ઘૂસી ગઈ હતી જેમાં ત્રણ વ્યક્તિ અને સાત પશુઓનાં મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા મળતી માહિતી પ્રમાણે, ભરૂચના એજન ખાતે રહેતો અજય ઈશ્વરભાઈ પટણી અમદાવાદથી પશુઓ ટ્રકમાં ભરી સુરત આવી રહ્યો હતો દરમિયાન રાત્રે કીમ-પીપોદરા નજીક આવેલી ભાગ્યોદય હોટલ પાસે રોડ પર ઉભેલા ટેન્કરમાં પશુઓ ભરેલી ટ્રક ઘૂસી ગઈ હતી આ અકસ્માતમાં ભેંસના 6 બચ્ચા, એક ભેંસની સાથે બેનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા ઈશ્વર લક્ષ્મણભાઈ પટણી(ઉવ55)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું