ડુંગળીના ભાવ આસમાનને આંબતાં જ હવે તે ગરીબોની થાળીમાંથી ગાયબ તો થઈ જ ગઈ છે પણ સાથે જ એવું પણ લાગે છે કે તેને સંતાડીને રાખવી પડે તેટલી કિંમતી પણથઈ ગઈ છે મુંબઈના ડોંગરી બજારમાં લાગેલા સીસીટીવીમાં એવા ચોર કેદ થયા હતા જેઓએ ત્યાં ત્રાટકીને 168 કિલો ડુંગળીની ચોરી કરી હતી આ બંને ચોરોના સીસીટીવીપણ વાઈરલ થવા લાગ્યા હતા પોલીસે પણ આ સીસીટીવીના આધારેબે ચોરની ધરપકડ કરી હતી