વનવિભાગે માનવભક્ષી દીપડાને ઠાર માર્યો, CCTVમાં જોવા મળેલા બે દીપડામાંથી એકનું કામ તમામ

2019-12-11 6,170

બગસરાઃ છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો છે વન વિભાગે બગસરા ગૌશાળા પાસે દીપડાને ઠાર કર્યો છે દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલોની અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા પુષ્ટી કરવામાં આવી છેઆ પહેલા 7 ડિસેમ્બરના રોજ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી 6 ટીમો કામે લગાવી હતી તેમજ એક 3 CCF(ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ), 4 DFO(ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર) અને 150 વન કર્મી અને 10 શૂટરની ટીમ મેદાનમાં ઉતારી હતી આમ પાંચ દિવસ બાદ વન વિભાગ માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં સફળ રહ્યું છે

Videos similaires