સપના લગભગ દરેકને આવે છે. શા માટે આપણને સપના આવે છે તેનો સ્પષ્ટ જવાબ વિજ્ઞાનીઓ શોધી રહ્યા છે. એક સંશોધનથી બહાર આવ્યું છે કે આપણે જે જોયેલું, સાંભળેલું, અનુભવેલું અથવા તો જે કરવા માંગીએ છીએ તેમાંથી જ અડધા ભાગો કે અધૂરા ચિત્રો આપણે સ્વપ્ન તરીકે જોયે છીએ. ચાલો જાણીએ સપના વિશેના કેટલાક રસપ્રદ તથ્યો.