આનંદ શર્માએ કહ્યું,નાગરિકતા સંશોધન બિલ માટે આટલી ઉતાવળ શા માટે

2019-12-11 10,345

ગૃહમંત્રી અમિત શાહે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ રજુ કર્યુંશાહે કહ્યું આ બિલથી કરોડો લોકોને ફાયદો મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, ગૃહ સામે એક ઐતિહાસિક બિલ લઈને આવ્યો છું આ બિલની જે જોગવાઈ છે એનાથી લાખો-કરોડો લોકોને ફાયદો મળશે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જે લઘુમતી રહેતા હતા, તેમના અધિકારોની સુરક્ષા નહોતી થતી તેમને ત્યાં સમાનતાનો અધિકાર નહોતો મળતો

કોંગ્રેસ તરફથી આનંદ શર્માએ કહ્યું કે, પહેલા અને હાલના બિલમાં ઘણું અંતર છે સૌની સાથે વાત કરવાનો જે દાવો કરાઈ રહ્યો છે તેમાં હું સહેમત નથી ઈતિહાસ આને કેવી રીતે જોશે, તેને તો સમય જ બતાવશે કોંગ્રેસ નેતાએ કહ્યું આ બિલ અંગે આટલી ઉતાવળ શા માટે કરાઈ રહી છે? તેમણે વધુમાં કહ્યું કે, 72 વર્ષમાં આવું પહેલી વખત થયું છે, આ બિલ વિરોધના લાયક જ છે આ બિલ બંધારણીય, નૈતિક આધારે ખોટું છે આ બિલ પ્રસ્તાવનાના વિરોધમાં છે આ બિલ લોકોમાં ભાગલા પડાવનારું છે હિન્દુસ્તાનની આઝાદી બાદ દેશના ભાગલા પડ્યાં હતા, ત્યારે બંધારણ સભામાં નાગરિકતા પર વ્યાપક ચર્ચા થઈ હતી ભાગલાનું દુઃખ આખા દેશને હતી જેમને આ અંગે ચર્ચા કરી તેમને આ વિશે ખબર છે

Videos similaires