ઘણીવાર લોકો વિચારે છે કે વાસ્તુ મુજબ આપણે આપણા ઘરની કોઈ પણ વસ્તુ ક્યાં રાખવી જોઈએ? વાસ્તુ અનુસાર કોઈ વસ્તુ કે સામાનને ખોટી જગ્યાએ અથવા દિશામાં મૂકવામાં આવે તો તેનાથી નુકશાન થાય છે. વાસ્તુ મુજબ ઘરમાં ચાર ખૂણા હોય છે, ઇશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયુ. આમ ઘરના ચાર દિશા અને ચાર ખૂણામાં કઈ વસ્તુ કે સામાન ક્યાં રાખવો તે જાણીએ.