ગોધરા: ગોધરાના રામપુર ગામે રહેતાં આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો પિનાકીન પટેલ, જીગર પટેલ, મોહિત પટેલ તથા મૈલીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળેલા ચારેય યુવાનો કાર સાથે મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર ખાબક્યા હતા પોલીસ તથા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરતા 20થી 25 ફૂટ ઊંડા તળાવમાંથી કાર મળી આવી હતી ક્રેઇનની મદદથી કારને બહાર કાઢતાં કારમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બીજા બે મૃતદેહ તળાવમાંથી મંગળવારની સવારે મળી આવ્યા હતાં ચાર મૃતકના પાર્થિક દેહને જુનાગઢના બદલે પીએમ કરવા અમદાવાદ મૃતદેહ લાવ્યા હતાઅમદાવાદ ખાતે હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ તમામના મૃતદેહ બુધવારે (આજે) વહેલી સવારે ગોધરાના રામપુર ખાતે લવાયા હતા જ્યાં ચારેયની એક સાથે અંતિમ વિદાય કરવામાં આવી હતી