ન્યૂજર્સીના એક સ્ટોરમાં ગોળીબારની ઘટના,પોલીસ સહિત 6 લોકોના મોત

2019-12-11 5,798

અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાનિક સમય પ્રમાણે મંગળવાર બપોરે બે હથિયારધારી શખ્સોએ એક સ્ટોરમાં આડેધડ ગોળીબાર કર્યો હતો સ્થાનિક પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોરને ઠાર મારવામાં આવ્યા છે આ દરમિયાન એક પોલીસકર્મી તથા ત્રણ લોકોના પણ મોત થયા હતાં આમ આ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે કોઇ સંબંધ હોય તેવા હાલ પુરાવા મળ્યા નથી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ

હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ હતું કે ન્યૂજર્સીમાં ગોળીબારની ઘટના અંગે જાણ થઇ છે ઘટનામાં પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે

Videos similaires