UKના PM બોરિસ જોન્સન પર રિપોર્ટરનો મોબાઇલ છિનવવાનો આરોપ લાગ્યો

2019-12-10 3,477

પ્રધાનમંત્રી બોરિસ જોન્સન પર એક રિપોર્ટરનો મોબાઇલ છિનવાનો આરોપ લાગ્યો છે સોમવારે લંડનમાં એક સ્થાનિક ટીવી ચેનલના રિપોર્ટરે તેમને હોસ્પિટલમાં ફ્લોર પર સૂતેલા બાળકની તસવીર દેખાડવાની કોશિષ કરી હતી આ તસવીરમાં બાળક સરકારી હોસ્પિટલના વોર્ડમાં ઓક્સિજન માસ્ક પર સૂતેલો દેખાય છે પહેલા તો જોન્સને તસવીર જોવાની મનાઇ કરી પરંતુ બાદમાં મોબાઇલ છિનવીને ખિસ્સામાં રાખી લીધો આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે

ઘણી જીદ કરવા પર જોન્સને તસવીર જોઇ અને બાળકોના પરિવારની માફી માગી તેમણે કહ્યું કે આ તસવીર ભયાનક છે અંતમાં તેમણે રિપોર્ટરને કહ્યું કે સ્વાસ્થ્ય સેવાઓને યોગ્ય બનાવવા માટે સરકાર નેશનલ હેસ્થ સર્વિસમાં ઘણુ રોકાણ કરી રહી છે

Videos similaires