વડોદરાઃ વડોદરા શહેરમાં ચાલતી વિનાયક સિટી બસના ડ્રાઇવરને ચાલુ બસે ખેંચ આવતા ચાર રિક્ષાઓ અને એક ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા જોકે સદભાગ્યે કોઇ જાનહાની નહીં વડોદરામાં વિનાયક સિટી બસ ગાંધીનગર ગૃપ પાસે આવેલા પ્રતાપ સિનેમા પાસેથી પસાર થઇ રહી હતી તે સમયે બસના ડ્રાઇવર રાજેન્દ્રભાઇ સરોજને બસ ચલાવતી વખતે અચાનક જ ખેંચ આવી હતી જેથી 4 રિક્ષા અને ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા આ સમયે સિટી બસમાં 25 જેટલા મુસાફરો બેઠેલા હતા ડ્રાઇવરને તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો