વડોદરા ગેંગરેપના બંને આરોપીઓને લઇને તેમના રહેણાકની પોલીસે તપાસ કરી

2019-12-10 2,546

વડોદરાઃ નવલખી મેદાનમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ બંને આરોપીઓની પૂછરપછ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે વડોદરા ક્રાઇમ બ્રાંચ સોમવારે મોડી રાત્રે બંને આરોપીઓને તેમના તરસાલી પાસે આવેલા રહેઠાણ ઉપર લઇ ગઇ હતી બંને આરોપીઓ ફૂટપાથ પર ઝૂંપડાઓમાં રહેતા હતા સોમવારે પોલીસે આરોપી કિશન કાળુભાઇ માથાસુરીયા અને જશો વનરાજ સોલંકીને વડોદરા કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા ત્યારબાદ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી હતી અને ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને લઇને તેમના રહેઠાણ ઉપર પહોંચી હતી અને સ્થળ પર પંચનામુ કર્યું હતું આ સમયે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા

Videos similaires