પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું- JDUનું વિધેયકને સમર્થન નિરાશાજનક

2019-12-10 282

જનતા દળ (યુ)એ લોકસભામાં નાગરિકતા સુધારા વિધેયકનું સમર્થન કર્યું છે આ અંગે પક્ષના ઉપ પ્રમુખ પ્રશાંત કિશોરે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે તેમણે કહ્યું હતું કે આ વિધેયકનું સમર્થન કરવું તે નિરાશાજનક છે તે ધર્મને આધારે ભેદભાવ કરે છે તે બંધારણનું ઉલ્લંઘન કરે છે, બંધારણના પ્રથમ પેજ પર જ 3 વખત ધર્મનિરપેક્ષ લખવામાં આવેલુ છે આપણે ગાંધીજીના વિચારો પર ચાલનારા લોકો છીએ પ્રશાંત કિશોરે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર અભિયાનની જવાબદારી સંભાળી હતી