RDના મેરીટ લીસ્ટમાંથી બાદબાકી કરાયાના આક્ષેપ સાથે રબારી સમાજની રેલી, 3 હજાર લોકો જોડાયા

2019-12-09 521

જૂનાગઢ: તાજેતરમાં લેવાયેલી લોક રક્ષક દળની પરીક્ષાના મેરીટ લીસ્ટમાંથી રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાંખ્યાના આક્ષેપ સાથે જૂનાગઢમાં રેલી નીકળી હતી જેમાં 3 હજાર જેટલા સમાજના લોકો જોડાયા હતા રેલીમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પાઠવ્યું હતું રબારી સેવા સમાજના પ્રમુખ વરજાંગભાઇ હુણે જણાવ્યું હતું કે, લોક રક્ષક દળની પરીક્ષા બાદ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે આ મેરીટ લીસ્ટમાં સૌરાષ્ટ્રના ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારના અનુસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી દેવામાં આવી છે

Videos similaires